PSE SSE 2024



પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪

શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯/૧૧/૧૯૮૪ના ઠરાવ ક્રમાંક: એસ.સી.એચ. ૧૦૮૯/૪૦૪૯ તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક ક્રમાંક:એસસીએચ/૧૧૧૬/૫૩૯/છ. તા.૧૪/૦૮/૨૦૧૭ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩- ૨૪ (શહેરી/ગ્રામ્ય/ ટ્રાયબલ)વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

પરીક્ષાનો કાર્યક્રમ:

જાહેરનામું બહાર પાડયાની તારીખ : ૨૭/૦૨/૨૦૨૪

પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો : તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪

પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો : તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૨/૦૩/૨૦૨૪

પરીક્ષાની તારીખ : ૨૮/૦૪/૨૦૨૪

ઉમેદવારની લાયકાત:

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ મા સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

અભ્યાસક્રમ:

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશે.

માધ્યમ: પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.

ઓફિસીઅલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા માટે : Click Here

Std 10 PP Savani PaperSet 2023



 P P Savani Surat Paper Set For Std 10

 

We always believe in our motto, “Nurturing your child’s individuality”, and so we want each student to fulfil their potential and make the most of their strengths and interests. Cambridge International Examinations, offer a wide range of subjects and let every student choose the subjects they love and the subjects they’re best at. CIE design programmes – with the help of expert educators in schools and universities – to challenge students, and get them excited about what they’re learning. They learn about the key concepts of each subject in depth, so they understand them inside and out. Our programmes are flexible, so teachers can use examples that are relevant to students’ local context and culture. Students learn in English, and Cambridge assessment is accessible to speakers of English as a second or foreign language. Our alumni speak, “We really enjoyed our studies in the P. P. Savani Cambridge International School. We were seeking an international platform, and an international curriculum which can help us in the global studies. Thanks to the CIE curriculum which helped us getting admissions in desired universities and also made further studies easy as most of the topics were already taught in the school. This gave us an extra advantage over the other students from other boards”.

2022-23 Exam Date





વધુ માહિતી માટે કેતનસરની યુટ્યુબ ચેનલ પણ છે.

First Test TimeTable 2022



પ્રથમ સત્રાંત કસોટી ૨૦૨૨

રાજ્યની તમામ માધ્યમની સરકારો, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું સત્રાંત મૂલ્યાંકન કરવા માટે સમાન પરીક્ષાનું સમયપત્રક આ સાથે સામેલ છે જે માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.

૦૧. ધોરણ ૩ થી 8 ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે દરેક વિષયનું પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને આપવામાં આવશે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે.

૦૨. સદર કસોટીમાં ધોરણ ૩ થી 8 ના તમામ વિષયોમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.

૦૩. ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન પર્યાવરણ વિષયની કસોટીઓ સમાન સમયપત્રકના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓની સાથે સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ પણ નિયત સમયપત્રકના આધારે નિયત પરિરૂપના આધારે કસોટીપત્રો તૈયાર કરવાના રહેશે. તેમજ બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓને સ્વૈચ્છિક રીતે પોતાની શાળા કક્ષાએ તૈયાર કરેલ સમયપત્રકના આધારે નિયત પરિરૂપ ધ્યાને લઈ કસોટી યોજવાની રહેશે. અનુદાનિત શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી /શાસનાધિકારીશ્રીને પ્રશ્નપત્રો માટે નિયત કરેલ રકમ ચૂકવવાની રહેશે.

૦૪. સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રીની પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચુકવવાની રહેશે.

૦૫. સરકારી તેમજ અનુદાનિત પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોની સમાન કસોટીઓ સમાન સમયપત્રકના આધારે અમલી કરવાની રહેશે.

૦૬. જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.

૦૭. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે કસોટીપત્રો તૈયાર કરીને આપવામાં આવશે. જેમાં પેપરના પ્રૂફ, ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા શિક્ષણ સમિતિ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ નગર શિક્ષણ સમિતિમાં શાસનાધિકારીશ્રીની રહેશે.

૦૮. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરવહીમાં લખવાના રહેશે.

૦૯. સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા તંત્રએ/કોર્પોરેશને કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.

૧૦. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે.

૧૧. પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે.

School First Test Official Time-Table By Government



પ્રથમ કસોટી સમય પત્રક : નવનીત પ્રકાશન દ્વારા પ્રકાશિત સમય પત્રક

First Test 2022 TimeTable Private



પ્રથમ કસોટી સમય પત્રક : ખાનગી પ્રકાશન દ્વારા પ્રકાશિત

આ વર્ષની પરીક્ષા વખતે પ્રશ્નપત્રો બાબતે ઉપરોક્ત જણાવ્યા મુજબના તમામ મુદ્દાઓ ધ્યાનમાં લઈ ખૂબ જ કાળજીપૂર્વક પરીક્ષાનું આયોજન થાય તે માટે આપના ઉમદા સહકારની ખૂબ જ જરૂરિયાત છે. કોઈના પણ દ્વારા કરવામાં આવેલ થોડી બેકાળજીના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ના મુકાય તેમજ શાળા તથા તેની સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિઓની પ્રતિષ્ઠાને જાણતાં-અજાણતાં કોઈ પણ રીતે હાનિ ન પહોંચે તે માટે ખૂબ જ ગંભીરતા દાખવી આપવામાં આવેલ સમયપત્રક (Time-Table) મુજબ જ પરીક્ષાનું આયોજન થાય તેમજ શાળામાં જવાબદાર વ્યક્તિ પાસે સીલબંધ પ્રશ્નપત્રોની થેલીઓ કાળજીપૂર્વક સાચવણી કરવામાં આવે તેનું ચોક્કસ આયોજન કરાવવા આપને નમ્ર વિનંતી છે.

પ્રશ્નપત્રો બાબતે શાળા દ્વારા કોઈ પણ પ્રકારે રાખવામાં આવેલ બેકાળજીના કારણે જો કોઈપણ પ્રશ્નપત્રની ગોપનીયતા બાબતે પ્રશ્ન ઉત્પન્ન થાય છે એવાં સમયે નવનીત પરીક્ષા પેપર્સ નેટવર્ક' દ્વારા FIR નોંધાવી કાયદેસરની પોલિસ દ્વારા કાર્યવાહી કરાવવામાં આવે છે. ઉપર જણાવ્યા મુજબ પોલિસ તપાસ કોઈ પણ સ્થળે થઈ શકે છે. તેમજ આ કૃત્ય કરનારા વ્યક્તિઓ કદાચિત કોઈ શાળા, ટ્યૂશન ક્લાસીસ વગેરે સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે. એટલે પ્રશ્નપત્રો બાબતે આપની શાળાની પ્રતિષ્ઠાને હાની ન પહોંચે તે માટે ગંભીરતા દાખવી આપની ન પાસેના પ્રશ્નપત્રોની થેલીઓ કાળજીપૂર્વક સાચવી રાખવાની તેમજ આપવામાં આવેલ સમયપત્રક (Time Table) મુજબ જ પરીક્ષાનું આયોજન થાય તેની સંપૂર્ણ તેમજ અંતિમ જવાબદારી જે-તે શાળાનાં સંચાલકશ્રી/ આચાર્યશ્રીની રહેશે.

પ્રથમ કસોટી : પ્રાથમિક વિભાગ સમયપત્રક



પ્રથમ કસોટી : ધો. ૯ થી ૧૨ સમયપત્રક


NEET 2022 Result Data



NEET 2022 Result Analysis

 

મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે 17મી જુલાઇએ લેવાયેલી નીટનું પરિણામ ૭ સપ્ટેમ્બરે ૧૨ વાગ્યા પછી જાહેર કરાયું હતું. આ પરિણામ 9,93,069 વિદ્યાર્થી ક્વોલીફાઇ થયા હતા. અમદાવાદમાંથી એક વિદ્યાર્થીએ ટોપ 50માં 16માં ક્રમે સ્થાન મેળવ્યું હતું. જયારે ગુજરાતના કુલ પાંચ વિદ્યાર્થી ટોપ 50માં આવ્યા હતા. ગુજરાતમાંથી અંદાજે 42 હજાર વિદ્યાર્થીનીટ પાસ કરવામાં સફળ રહ્યા છે.

 નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૭ મી સપ્ટેમ્બરે પરિણામની જાહેરાત કર્યા બાદ આખો દિવસ પસાર થયા બાદ રાત્રે પરિણામ જાહેર કરાયું હતું. આ પરીક્ષામાં કુલ 18,73,343 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી 17,64,571 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. જાહેર કરાયેલા પરિણામમાં 9,93,069 વિદ્યાર્થી ક્વોલીફાઇ થયા હતા. ગુજરાતમાંથી અંદાજે 64,૦૦૦ વિદ્યાર્થીએ નીટ આપી હતી. જે પૈકી 12,૦૦૦ વિદ્યાર્થીઓએ નીટ પાસ કરી હતી. અમદાવાદમાં જય રાજયગુરુ પ્રથમ અને ઓલ ઇન્ડિયામાં 16માં રેંકમાં આવ્યો હતો. વડોદરાની વિદ્યાર્થિની જીલ વ્યાસ ઓલ ઇન્ડિયામાં ૯ માં ક્રમે આવી હતી. આ સિવાય ત્રણ વિદ્યાર્થી ટોપ-5માં સ્થાન મેળવ્યું છે. ગુજરાતી સહિત કુલ 13 ભાષામાં નીટ લેવાઈ હતી. આ પરિણામના આધારે આગામી દિવસોમાં સૌથી પહેલા ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા બાદ સ્ટેટ ક્વોટા માટે કાર્યવાહી શરૂ કરાશે. ગતવર્ષની સરખામણીમાં અંદાજે એક લાખ વધુ વિદ્યાર્થી નીટમાં પાસ થયા છે. જોકે, ગતવર્ષ કરતાં બે લાખ જેટલા વિદ્યાર્થી વધારે નીટમાં ઉપસ્થિત રહ્યા હતા.

NEET 2022 Result, NEET 2022 Result Data, NEET 2022 Result Data Analysis

Educational Calendar 2022-23



શૈક્ષણિક કેલેન્ડર ૨૦૨૨-૨૩ 

શૌક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળાકીય પ્રવૃત્તિ ક્લેન્ડરની વિગતો આ સાથે મોકલી આપવામાં આવે છે. જેમાં શૈક્ષણિક સત્રના દિવસે, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો જાહેર રજાની વિગતો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ છે. આ તારીખોમાં સરકારશ્રી ધ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાની રહેશે.

ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપશો.

આ પરિપત્ર અનુસાર ધો. ૧૦-૧૨ની પુરક પરીક્ષા તા: ૧૮-૦૭-૨૦૨૨ થી ૨૨-૦૭-૨૦૨૨ સુધીમાં યોજાશે. તેમજ ધો. ૯ થી ૧૨ ના તમામ પ્રવાહોની પ્રથમ પરીક્ષા તા: ૧૦-૧૦-૨૦૨૨ થી શરુ થશે અને દ્વિતીય કસોટી તા: ૨૭-૦૧-૨૦૨૩ થી શરુ થશે.

ધો. ૯ ની પ્રખરતા શોધ કસોટી તા: ૦૭-૦૨-૨૦૨૩ તેમજ બોર્ડ ની પરીક્ષા તા: ૧૪-૦૩-૨૦૨૩ થી શરુ થશે એમ જણાવવામાં આવ્યું છે. અને શાળાકીય વાર્ષિક પરીક્ષા તા: ૧૦-૦૪-૨૦૨૩ શરુ થશે.